દાહોદ શહેરના જૂના ઇન્દોર રોડ હાઇવે ખાતે એક ટ્રેડર્સના ગોડાઉનમાંથી રૂપિયા 19,690/-ની ટાઇલ્સ ચોરી કરતા બે ઈસમો
દાહોદ તા.૨૩
દાહોદ શહેરમાંથી એક ટ્રેડર્સના ગોડાઉનમાંથી ફોર વ્હીલર લઈ આવેલ બે ઈસમોએ ગોડાઉનનું ડુબ્લીકેટ ચાવી વડે તાળુ ખોલી ગોડાઉનમાં મુકી રાખેલ ટાઈલ્સના બોક્સ નંગ. ૪૧ કિંમત રૂા. ૧૯,૬૮૦નો મુદ્દામાલ ચોરી કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
ગત તા.૧૦ એપ્રિલના રોજ મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના આમલીયાત ગામે રહેતો મનુભાઈ સોમાભાઈ બારીયા તથા તેમની સાથે અન્ય એક ઈસમ એમ બંન્ને જણા પોતાના કબજાની ફોર વ્હીલર ગઈ રાત્રીના સમયે દાહોદ શહેરમાં આવેલ જુના ઈન્દૌર રોડ ખાતે આવેલ મારૂતિ ટ્રેડર્સના ગોડાઉન તરફ આવ્યાં હતાં અને ડુબ્લીકેટ ચાવી વડે ગોડાઉનનું તાળુ ખોલી ગોડાઉનમાં મુકી રાખેલ ટાઈલ્સના બોક્સ નંગ. ૪૧ કિંમત રૂા. ૧૯,૬૮૦નો મુદ્દામાલ ફોર વ્હીલર ગાડીમાં ભરી લઈ જતાં આ સમગ્ર ઘટના ગોડાઉનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને આ સંબંધે મારૂતિ ટ્રેડર્સના માલિક નિરવભાઈ હસમુખભાઈ શાહ દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.