રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના ભાજપ સરકારના સુપોષણ અભિયાન તેમજ માનનીય વડાપ્રધાનશ્રીના મન કી બાત કાર્યક્રમ અંતર્ગત ખરસાણા મુકામે યોજાયો
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૨૫
સહી પોષણ,દેશ રોશન
આજરોજ તારીખ 24/04/2022 “રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ” ના ભાજપ સરકારના “સુપોષણ અભિયાન” તેમજ માનનીય વડાપ્રધાનશ્રીના મન કી બાત કાર્યક્રમ અંતર્ગત ખરસાણા મુકામે જિલ્લા સભ્યશ્રી સુમનબેન ડામોર, ઝાલોદ શહેર પાર્ટી પ્રમુખ શ્રી દિનેશભાઈ પંચાલ તેમજ પૂર્વ પાર્ટી પ્રમુખશ્રી મુકેશભાઈ ડામોર ની અધ્યક્ષતામાં “પોષણ અભિયાન” કાર્યક્રમ યોજાયો તેમજ જિલ્લામાં 5600 જેટલા કુપોષિત બાળકો નોંધાયેલા છે. ત્યારે આવા 75 જેટલા કુપોષિત બાળકોને દત્તક લઇ પૌષ્ટીક આહાર આપી તેમજ ત્રણ માસ સુધી બાળકનું મેડિકલ ચેકઅપ કરાવી ધ્યાન રાખી સુપોષિત કરાશે.
કુપોષિત બાળકોને તંદુરસ્તી પ્રાપ્ત થાય તે માટે ખાસ પ્રકારનું પ્રોટીન અને બાળકોને તમામ પ્રકારના વિટામીન્સ પ્રાપ્ત થાય તેવા આહારનું વિતરણ કરાશે.

