ઝાલોદના જાફરપુરા ગામે રહેતા યુવાનનું વાહન અકસ્માતમાં મોત : આયસર ગાડીના ચાલકની ગફલતભરી રીતે ચલાવતા અડફેટે આવેલ યુવકનું મૃત્યુ
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૬
તારીખ 25-04-2022ના રોજ જાફરપુરા ગામના શુક્રમભાઈ તેમની ભાણેજ પ્રિયલને લઈને નારપુરા મુકામે ત્યાં મોટર સાઇકલ હીરો જીજે ૨૦-એએ 8640 લઈને નીકળેલ હતા, ત્યાર બાદ સવારે 8 વાગે જાફરપુરા ગામના વિજયભાઈ મકનભાઈ ડામોરને ત્યાં ફોન આવેલકે તમારા ગામના યુવાનનું જાફરપુરા રોડ પર એક્સીડેન્ટ થયેલ છે, ત્યાં આવીને જોતા રોડની એક સાઇડમા સુક્રમભાઈ લોહીલુહાણ હાલતમાં પડેલ હતા, ત્યાં સ્થળ પર સુક્રમભાઈ કઈ બોલતા ચાલતા નહતા,ત્યાં ભેગા થયેલ માણસે વાત કરેલકે ઝાલોદ તરફના રોડથી આવતી પૂરપાટ ઝડપથી આવતી આયસર ગાડી GJ01BT8881 મોટર સાઇકલ સાથે ધડાકાભેર અથડાયેલ હતી, જેથી સુક્રમભાઈનું સ્થળ પર મૃત્યુ થયું હતું, આ બનાવની જાણ ઝાલોદ પોલીસ સ્ટેશનમાં કરી ગુનો નોંઘવામાં આવેલ છે