દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના લુખાવાડા ગામે પરિણીતાએ પતિ તથા સસરા,સાસુ સસરાના ત્રાસથી પોલીસમાં ફરિયાદ નોંધાવી
દાહોદ તા.૨૮
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના લુખાવાડા ગામે એક પરણિતાને તેના પતિ તથા સાસરીયાઓ દ્વારા દહેજની માંગણી કરી શારિરીક અને માનસીક ત્રાસ આપી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકતાં પિયરમાં પહોંચેલ પરણિતા દ્વારા આવા અમાનુષી ત્રાસથી વાજ આવી પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ કર્યાંનું જાણવા મળે છે.
લુખાવાડા ગામે ઝાબ ફળિયામાં રહેતી પરણિતા ઉષાબેન હરેશભાઈ પટેલને તેના પતિ હરેશભાઈ સુરપાલભાઈ, સસરા સુરપાલભાઈ કાનજીભાઈ, સાસુ શંકુબેન સુરપાલભાઈ તમામ જાતે પટેલનાઓ અવાર નવાર ઉષાબેનને દહેજની માંગણી કરી, બેફામ ગાળો બોલી, શારિરીક અને માનસીક ત્રાસ આપતાં હતાં અને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકતાં પરણિતા ઉષાબેન પોતાના પિયરમાં આવી પહોંચી હતી.
આ સંબંધે પરણિતા ઉષાબેન હરેશભાઈ પટેલ દ્વારા પોતાના પતિ તથા સાસુ, સસરા વિરૂધ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

