લઘુમતી કોમના યુવકે હિન્દુ યુવતીને ભગાડી જતાં દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી ગામ સજ્જડ બંધ

દાહોદ તા.28

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નાનકડા એવા ગાંગરડી ગામે લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક લઘુમતી કોમના યુવકો કે હિન્દુ યુવતીને ભગાડી લઇ નાસી જતા પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ બનાવને પગલે લઘુમતી કોમના યુવકને તાત્કાલિક પકડવાની માંગ સાથે હિન્દુ સંગઠનો સહિત ગાંગરડી ગામના રહિશોએ ઉગ્ર માંગ સાથે સમગ્ર ગાંગરડી નગર સજ્જડ રહેવા પામ્યું છે હિન્દુ સંગઠનોમાં આ બનાવને પગલે ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો.

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના રહેવાસી અને છેલ્લા પાંચ વર્ષથી પોતાના સગાવહાલાના ત્યાં રહેતો રાજા ઉર્ફે સુફિયાન સત્તાર પટેલ નામક યુવક દ્વારા ગરબાડા તાલુકામાં રહેતી એક યુવતીને ભગાડી લઈ ગયો છે. આ બનાવને પગલે ગાંગરડી નગરમાં રહેતા હિન્દુ સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આ મામલો લવ જેહાદ જોડે સંકળાયેલો હોવાથી હિન્દુ સંગઠનો દ્વારા કાંગડી બંધનું એલાન કરવામાં આવ્યું હતું જેના પગલે ગાંગડી નગર ની દુકાનો ટપોટપ બંધ થવા પામી હતી ગાંગરડી ગામ માં સવારથી રોજગાર ધંધા બંધ રહ્યા હતા ઘટનાને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો તેમજ વ્યવસ્થા જળવાઇ રહે તે માટે દાહોદ જિલ્લાની પોલીસ ગાંગરડી ગામમાં ખડકી દેવામાં આવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ગાંગરડી ગામમાં દોડી ગયા હતા. લઘુમતી કોમના યુવક તેમજ હિન્દુ યુવતીને શોધી કાઢવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા વાહિની દાહોદ દ્વારા પણ આ બનાવને પગલે ભારે રોષ જોવા મળ્યો હતો અને ગરબાડા ગાંગરડી જેસાવાડા સહિતના ગામોમાં બંધનો એલાન કરવામાં આવ્યું હતું. હિન્દુ સંગઠનો દ્વારા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા કે લઘુમતી કોમના આવા યુવકો દ્વારા પોતાના આકાઓના આદેશ અનુસાર નાબાલીક છોકરીઓને પોતાના સડયંત્ર ફસાવી ધર્માંતરિત કરવા ભગાડી લઇ જાય છે અને જેના કારણે દાહોદ જિલ્લા જેવા આદિવાસી અંતરિયાળ ગામોમાં બહારગામના લઘુમતી કોમના યુવકો આવી આવા સડયંત્ર કરે છે આવા લવજેહાદના કિસ્સામાં આરોપીઓને પકડી પાડી કડકમાં કડક સજા કરવામાં આવે અને આવા યુવકોને ગામની બહાર કાઢવામાં આવે તેવી લાગણી અને માગણી સાથે હિન્દુ સંગઠનોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે આ પ્રકરણ આગામી દિવસોમાં કેવા પ્રકારનું રૂપ ધારણ કરશે તે જોવાનું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: