ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત ગુજરાત ગૌરવ સન ઓફ ગુજરાત એવોર્ડથી સન્માનીત દાહોદના માનવસેવાના ભેખધારી નરેશ ચાવડા
દાહોદ તા.૩૦
દાહોદ. છેલ્લા ૨૭ વષૅ થી સામાજિક. શૈક્ષણિક સહકારી. સમાજ કલ્યાણ તથા માનવસેવા ની સેવા માટે સદા તત્પર રહી સક્રીય પણે નોધપાત્ર ઉત્કૃષ્ટ કામગીરી કરતા દાહોદ ના સામાજિક આગેવાન નરેશ ચાવડા ને તેઓની સેવાઓ ની નોંધ લઈ ગુજરાત સ્થાપના દિવસ ની ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્યના વિવિધ જીલ્લા ઓ માથી શ્રેષ્ઠીઓ ની પસંદગી કરવામાં આવી હતી સુરત ખાતે પેજ થ્રી મેગેઝીન દ્વારા આયોજકો દ્વારા મહાનુભાવો ની પ્રેરક ઉપસ્થિત મા ગુજરાત નો ગૌરવશાળી સન ઓફ ગુજરાત ગુજરાત ગૌરવ ફીલ્મ અને ટીવી કલાકાર શ્રીમતી સંગીતા જોષી ના હસ્તે એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માન બદલ શુભેચ્છકો એ અભિનંદન આપ્યા છે