ચેડીયા ગામેથી પોલિસે કુલ રૂ.૩૧ હજારના પ્રોહી જથ્થા સાથે એકની અટક કરી
દાહોદ તા.૨૪
લીમખેડા તાલુકાના ચેડીયા ગામે બે રહેણાંક મકાનમાંથી પોલિસે પ્રોહી રેડ પાડી કુલ રૂ.૩૧,૪૦૦ના પ્રોહી જથ્થા સાથે એકની અટક કર્યાનું જ્યારે બીજા એક પોલિસને ચકમો આપી નાસી ગયાનું જાણવા મળે છે.
લીમખેડા તાલુકાના ચેડીયા ગામે પટેલ ફળિયામાં રહેતા વિક્રમભાઈ રમણભાઈ માવી તથા કમલેશભાઈ રમણભાઈ માવી એમ બંન્ને મકાનોમાં પોલિસે ગતરોજ પ્રોહી રેડ કરી મકાનમાંથી વિદેશી દારૂની નાની મોટી કુલ બોટલો નંગ.૨૭૭ જેની કુલ કિંમત રૂ.૩૧૪૦૦ ના મુદ્દામાલ સાથે વિક્રમભાઈ રમણભાઈ માવીની પોલિસે અટક કરી હતી જ્યારે કમલેશભાઈ રમણભાઈ માવી પોલિસને જાઈ નાસી જતાં આ સંબંધે લીમખેડા પોલિસે પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.