ફતેપુરા તાલુકાના ભોજેલા ગામે રાત્રી સભા યોજવામાં આવી
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૧
દાહોદ જિલ્લાનાં ફતેપુરા તાલુકાના ભોજેલા ગામે દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાત્રી સભા યોજવામાં આવી જેમાં વિવિધ વિભાગોની કામગીરી,
વિકાસના કામો, ગામના પ્રશ્રો ની ચર્ચાઓ તેમજ વિધવા બહેનો અને વૃધ્ધો ને સહાય હુક્મ આપવામાં આવ્યા હતા
ફતેપુરા તાલુકાના ભોજેલા ગામે દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાત્રી સભા યોજવામાં આવી જેમાં દાહોદ જીલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી, ઝાલોદ પ્રાંત અધિકારી અને પદ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગામજનો સાથે વિવિધ વિભાગોની કામગીરીની ચર્ચાઓ કરી અને ગામના વિકાસનાં કામો , ગામજનો ને પડતી મુશ્કેલીઓ અને ગામનાં પ્રશ્નો ની ચર્ચાઓ ગામજનો સાથે કરવાંમાં આવી
જેમાં પદ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિધવા બહેનો અને વૃધ્ધોને સહાય હુક્મ આપવામાં આવ્યા જેમાં દાહોદ જિલ્લા ક્લેક્ટર ડૉ હર્ષિત ગોસાવી સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી અને ઝાલોદ પ્રાંત અધિકારી શ્રી આર આર ગોહેલ સાહેબ સહિતના પદ અધિકારીઓ તેમજ ગામજનો રાત્રી સભા માં ઉપસ્થિતિ રહ્યા હતાં