દાહોદ જિલ્લાના પરથમપુરા ગામે જમીનમાં મકાન બાંધવા મામલે એક ઈસમના ત્રાસથી વાજ આવેલ મહિલાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર મચી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૨
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પરથમપુરા ગામે જમીનમાં મકાન બાંધવા મામલે એક ઈસમ દ્વારા એક મહિલા સહિત તેના પરિવારજનો સાથે મારકુટ કરી અવાર નવાર શારિરીક અને માનસીક ત્રાસ આપતાં આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ એક મહિલાએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
પરથમપુર ગામે નિશાળ ફળિયામાં રહેતા ર્નિમળાબેનનું મકાન જુનુ મકાન પડી જાય તેવુ હોય તેજ જગ્યાએ નવુ મકાન બનાવવા માટે ર્નિમળાબેન તથા તેમના પરિવારજનો તૈયારીઓ કરતાં હતાં ત્યારે ગામમાં રહેો રમેશભાઈ હવસીંગભાઈ ભુરીયા દ્વારા ર્નિમળાબેન તથા તેમના પરિવારજનોને હેરાન પરેશાન કરી, આ જમીન મારી છે, તમારે ઘર અહીંયા બનાવવાનું નહીં, તમારી જમીનમાં ઘર બનાવો, તેમ કહી ગઈ દિવાળીથી હેરાન પરેશાન કરતો હતો અને મારકુટ પણ કરી શારિરીક અને માનસીક ત્રાસ આપતો હતો ત્યારે ગત તા.૧૦મી એપ્રિલના રોજ ઝઘડો તકરાર કરી રમેશભાઈએ પોલીસ ફરિયાદમાં ર્નિમળાબેનની બહુનું નામ લખાવતાં જેથી ર્નિમળાબેનને ચિંતા થઈ હતી અને તેમના પરિવારજનોને ર્નિમળાબેને જણાવ્યું હતું કે, આપણું ઘર નહીં બનાવવા દેવા માટે આ રમેશભાઈ હવસીંગભાઈ ભુરીયા અવાર નવાર ઝઘડો તકરાર કરી ત્રાસ આપે છે તેણે આપેલી ફરિયાદમાં આપણે આ ઉંમરમાં જેલમાં જવાનું તેમજ એકના એક દિકરાનું ઘરનું ઠેકાણું આ રમેશભાઈ પડવા દેતો નથી વિગેરે ચિંતા કરી આખરે આવા અમાનુષી ત્રાસથી અને ચિંતા કરી ર્નિમળાબેને ગત તા.૦૧ મેના રોજ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પરિવારજનોમાં આક્રંદનો માહોલ છવાઈ ગયો હતો.
આ સંબંધે પરથમપુર ગામે નિશાળ ફળિયામાં રહેતાં વીરસીંગભાઈ રૂપાભાઈ હઠીલાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.