દાહોદના અમદાવાદ – ઈન્દૌર હાઈવે પર આવેલ ચામુંડા હોટલને વહીવટી તંત્રએ સીલ કરતાં ચકચાર

દાહોદ તા.૨૩
ગત સપ્તાહે કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સંકલન સમિતિની મિટિંગમાં દાહોદ ના ધારાસભ્યશ્રીએ શહેરના ઇન્દોર અમદાવાદ હાઇવે રોડ પર સ્થિત ચામુંડા હોટલ સરકારી ખાલસા થયેલી જમીન ઉપર બનાવી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો તેના અનુસંધાનમાં કલેકટરશ્રીની સૂચના મુજબ દાહોદ પ્રાંત અધિકારીએ હોટલના દસ્તાવેજોની પ્રાથમિક ચકાસણી દરમિયાન સરકારી ખાલસા થયેલ જમીન પર બનેલી હોવાનું ધ્યાને આવી હતી ત્યારબાદ પ્રાંત અધિકારીની સૂચના મુજબ દાહોદ મામલતદાર સાહેબે ટીમ સાથે તાબડતોડ સ્થળ પર પહોંચી હોટલને સીલ મારી હોટલ માલિકને તાત્કાલિક અસરથી હોટલના જરૂરી આધાર
આભાર – નિહારીકા રવિયા પુરાવા રજુ કરવા નોટિસ ફટકારતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેર કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતા માં મળેલ સંકલન સમિતિની મિટિંગમાં દાહોદના કોંગેસના ધારાસભ્ય વજુભાઇ પણદાએ શહેરના ઇન્દોર અમદાવાદ હાઇવે રોડ પર ચાલતી ચામુંડા હોટલ સરકારી ખાલસા થયેલી જમીન ઉપર બનાવેલી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો તેના અનુસંધાનમાં કલેકટરશ્રીની નિર્દેશો અનુસાર દાહોદ પ્રાંત અધિકારીશ્રી તેજસ પરમારે ચામુંડા હોટલના દસ્તાવેજોની પ્રાથમિક ચકાસણી કરતા ચકાસણી દરમિયાન આ હોટલ સરકારી ખાલસા થયેલ જમીન પર બનેલી હોવાનું ધ્યાને આવી હતી ત્યારબાદ પ્રાંત અધિકારીશ્રી એ દાહોદ મામલતદારને હોટલને સીલ મારવા સૂચના આપી હતી તેના અનુસંધાનમાં દાહોદ મામલતદાર સાહેબે ટીમ સાથે તાબડતોડ સ્થળ પર પહોંચી હોટલને સીલ મારી હોટલ માલિકને તાત્કાલિક અસરથી હોટલના જરૂરી આધાર પુરાવા અત્રેની કચેરીએ રજુ કરવા નોટિસ ફટકારી દીધી હતી તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્રે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: