ઝાલોદ નગરમાં પરશુરામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી : ધાર્મિક ગ્રંથો અનુસાર પરશુરામજી ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૦૩
પરશુરામ 21 વાર પૃથ્વીને અભિમાની અને સ્વચ્છંદ રાજાઓ વિહિન બનાવી હતી
પરશુરામ જન્મ થી બ્રાહ્મણ હતા પરંતુ કર્મ થી ક્ષત્રિય હતા
અક્ષય તૃતીયાનો તહેવાર વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે તારીખ 3જી મે છે. ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામની જન્મજયંતિ પણ આ દિવસે ઉજવવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર આ તારીખે પરશુરામજીનો જન્મ થયો હતો. પરશુરામજી 7 અમરત્વ પ્રાપ્ત વિશિષ્ટ પ્રતિભાના વ્યક્તિઓ પૈકી એક છે,એવું પણ માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુનો આ અવતાર આજે પણ હયાત છે. પરશુરામજી જન્મથી બ્રાહ્મણ હતા પરંતુ તેમનામાં ક્ષત્રિયના ગુણ હતા. પિતાની હત્યાનો બદલો લેવા તેણે 17 વખત ક્ષત્રિયો પાસેથી પૃથ્વી ખાઈ લીધી હતી. બ્રાહ્મણ હોવા છતાં પરશુરામ આટલા ગુસ્સામાં કેમ હતા તેનું કારણ તેમના જન્મ સાથે જોડાયેલું છે અને તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે, પરશુરામનો ઉલ્લેખ રામાયણ, મહાભારત, ભાગવત પુરાણ અને કલ્કી પુરાણ જેવા ઘણા ગ્રંથોમાં થયો છે. તેઓ પૃથ્વીથી 21 વખત ઘમંડી અને સ્વચ્છંદ થયેલા ક્ષત્રિયોને હણવા માટે જાણીતા છે. શાસ્ત્રો મુજબ કહેવમાં આવેલા 7 વ્યક્તિ ચિરિંજીવ એટલે કે અમરત્વને પ્રાપ્ત કરેલા છે. જેમાં પરશુરામનું પણ નામ છે,બાલ્યાવસ્થામા પરશુરામના માતાપિતા રામ કહીને બોલાવતા હતા, ભગવાન શિવ દ્વારા તેમને વરદાનમાં પરશુ આપ્યું હતું ત્યારથી તેમનું નામ પરશુરામ પડયું.
ઝાલોદ નગરમાં આજરોજ મહાદેવ મંદિર ખાતે દરેકે બ્રાહ્મણ દ્વારા પરશુરામજીની પૂજા અર્ચના કરવામાં આવી ત્યાર બાદ ગાયત્રી મંત્ર અને ગણેશ વંદના કરવામાં આવી દ્વારા પ્રોગ્રામ બધાં બ્રાહ્મણો ભેગા થઈ સવારે 11વાગે પરશુરામજીની ભગવાનની આરતી અને પૂજા અર્ચના કરવામાં આવ્યું અને ત્યારબાદ મહાપ્રસાદ પણ બધા એ ભેગા થઈ લીધું અને બ્રાહ્મણ એકતા અને સંગઠન ને મજબૂત બનાવવા માટે એક મીટિંગ પણ યોજાઈ હતી તેમાં દરેક બ્રાહ્મણ દ્વારા ભાગ લઈ સંગઠનની સાથે ચાલવાના સપથ લીધા હતા

