દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કેળકુવા ગામે બાળ લગ્ન અટકાવાયાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૫
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કેળકુવા ગામે બાળ લગ્ન થતાં હોવાની માહિતી મળતાની સાથે લગ્નપ્રતિબંધક અધિકાર સહિતની ટીમ ગામમાં પહોંચી બાળ લગ્ન થતાં અટકાવ્યાં હતાં અને પરિવારજનોને સમજાવવામાં આવ્યાં હતાં.
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ના કેલકુવા ગામે બાળ લગ્ન ની માહિતી મળતાં બાળ લગ્નપ્રતિબંધક અધિકારી આર. પી. ખાટા ના માર્ગદર્શન મુજબ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી શાંતિલાલ કે. તાવિયાડ દ્વારા બાળ લગ્ન અટકાવવા અંગેની કામગીરી કરવામાં આવી હતી. સદર લગ્ન અટકાવવા અંગે તાત્કાલિક સાગટાળા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ .એ. એ. રાઠવાનો સંપર્ક કરવામાં આવ્યો હતો જેની જાણ થતાજ તેઓએ પોલીસ સ્ટાફ ને લગ્ન સ્થળ પર સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા ટીમ સાથે મોકલી આપવામાં આવી હતી. બંન્ને વિભાગો ના સંયુક્ત પ્રયાસથી બાળ લગ્ન અટકાવવામાં આવ્યાં હતાં. ટીમના સભ્યો જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ના ડી. એન.નિનામા સિનિયર ક્લાર્ક , એ.બી. નીસરતા સહાયક , જિલ્લા બાળ સુરક્ષા એકમ ની કચેરી ના એ.જી.કુરેશી લીગલ કમ પ્રોબેશન ઓફિસર, પી.એન. કટારા આઉટ રીચ વર્કર, એન.બી. બરજાેડ તેમજ પોલીસ વિભાગ માંથી એ.એસ.આઈ.શાંતિલાલ એમ. પલાસ ,એ.એસ આઈ, નરવત એસ.પટેલ , કલ્પના બેન મહિલા પોલીસ કોન્સટેબલ અને હિતેશ ભાઈ જી આર ડી. એ ઉત્કૃષ્ઠ કામગીરી કરેલ હતી. બાળ લગ્ન કરાવતાં બંન્ને પરિવારજનોને ટીમે સમજાવ્યાં હતાં અને બાળ લગ્ન એક ગુન્હો છે તેમ જણાવ્યું હતું.