દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં રહેતી એક
પરિણીતાને તેના સાસરિયા ત્રાસ અપાતા પોલીસમાં ફરિયાદ : એક ઈસમે લેવાની કોશિશ કરી
દાહોદ તા.૦૭
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાં પિયરમાં રહેતી અને રાજસ્થાનના બાંસવાડા મુકામે લગ્ન કરેલ એક પરણિતાને તેના સાસરીયાઓ દ્વારા પરણિતાને શારિરીક અને માનસીક ત્રાસ આપી સાસરી પક્ષના એકે પરણિતા સાથે છેડછાડ કરી આબરૂ લેવાની કોશિષ કરતાં પરણિતા પોતાના પિયરમાં આવી પહોંચી હતી અને સાસરી પક્ષના મહિલા સહિત ૦૭ ઈસમો વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દેવગઢ બારીઆ તાલુકામાં રહેતી શીલાબેન જતીનભાઈ કલાલને તેના સાસરીપક્ષના હરીશજી કલાલ (રહે. બાંસવાડા, રાજસ્થાન), કિશોરીજી કલાલ, મંજુદેવી કલાલ, પંકજજી કલાલ, નિર્મલાદેવી કલાલ તથા તેમની સાથે અન્ય ત્રણ જેટલા ઈસમોએ પરણિતાને શારિરીક અને માનસીક ત્રાસ આપતાં હતા ત્યારે હરીશજી કલાલે શીલાબેનની આબરૂ લેવાની કોશિષ કરી તેમજ છેડછાક કરી હતી ત્યારે ઉપરોક્ત અન્ય ઈસમોએ શીલાબેનને મેણા ટોણા મારી તારૂં ચારિત્ર્ય ખરાબ છે, અને તું ખોટી રીતે હરીશજીને બદનામ કરે છે, તારે અહીંયા રહેવું હોય તો ચુપ થઈને રહેવાનું, તેમ કહી પરણિતા શીલાબેનને શારિરીક અને માનસીક આપતાં હતાં.
આ સંબંધે શીલાબેન જનીતભાઈ કલાલે ઉપરોક્ત તમામ ઈસમો વિરૂધ્ધ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.