વિજય સુવાળાના કાર્યક્રમ મા સ્ટેજ તૂટ્યો : ફતેપુરાના સુખસર ખાતે યોજાયો હતો ડાયરો : ચાલુ ડાયરામાં સ્ટેજ ધરાશાયી થયો
જય મેલડી મા મંદિર ના પાટોત્સવ નિમિતે યોજાયો હતો ડાયરો
વિજય સુવાળા સહિત ના કલાકારો સ્ટેજ સાથે નીચે પડ્યા
સદનસીબે મોટી હોનારત ટળી
દાહોદ તા.07
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર નગરમાં વિજય સુવાળાના ડાયરાના કાર્યક્રમમાં ચાલો ડાયરામાં તે જ ધરાશાયી થતાં સ્ટેજ પરના કલાકારો નીચે પડી જતા લોકો અચંબામાં મુકાઈ ગયા હતા.
ગતરોજ ફતેપુરા તાલુકાના સુખસર નગરમાં જય મેલડી માં નો પાટોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડાયરા નો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જેમાં વિજય સુવાળા સહિત તેમના કલાકારો દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગતરોજ સાંજના સમયે ચાલી રહેલ આ ડાયરા ના કાર્યક્રમમાં અચાનક ચાલો ડાયરામાં સ્ટેજ ધરાશાયી થતાં એકાએક સ્ટેટ પર હાજર કલાકારો તેમજ અન્ય લોકો સ્ટેજ પરથી નીચે પડી ગયા હતા સદ્નસીબે મોટી હોનારત બનતા ટળી હતી અને લોકોએ હાશકારો લીધો હતો પરંતુ સમગ્ર ઘટનાનો વીડિયો કોઈએ પોતાના મોબાઈલ ફોનમાં ઉતારતાં અને જોતજોતામાં સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં લોકો અચંબામાં મુકાઈ ગયા હતા.