ઝાલોદ પોલીસ સ્ટેશનમાં અવર લોડ રેતી ભરેલ આઠ ડમ્ફર ( ટ્રકો ) ઝડપાતા રેતી માફીયાઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૦
ઝાલોદ બાયપાસ થી રાજસ્થાન જતી રેતી ભરેલ આઠ ડમ્ફર ( ટ્રકો ) સામે તંત્ર દ્વારા લાલ આંખ કરતા રેતી માફીયાઓ માં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો
પ્રાપ્ત માહિતી મુજબ ઝાલોદ વિભાગના એ એસપી શ્રી અને પોલીસ સ્ટાફ અને ઝાલોદ મામલતદાર શ્રી તથા મામલતદારની ટીમ દ્વારા બાયપાસ રોડ પર રેતી ભરેલી ડમ્ફર ( ટ્રકો ) પર અચાનક રેડ કરતાં અવર લોડ રેતી ભરેલી હોવાથી આંઠ રેતી ભરેલી ડમ્ફર ( ટ્રકો ) ઝાલોદ પોલીસ સ્ટેશનમાં લઈ જવાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે
ગુજરાત માં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન મોટાપાયે કરી રેતી નું વહન કરતી આંઠ ડમ્ફર ( ટ્રકો ) ઝડપાઈ જેમાં રેતી માફીયાઓ માં ફફડાટ ફેલાઇ જવા પામ્યો
ગુજરાત માંથી રાજસ્થાન લઇ જવાતી હતી રેતીનાં ડમ્ફર ( ટ્રકો ) જેમાં ઓવર લોડ ભરીને લઇ જવાતી હતી રેતીનાં ડમ્ફર ( ટ્રકો ) જેમાં ખાણખનીજ ની મીલીભગત નાં કારણે રેતી માફીયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું ખનન મોટાપાયે થઈ રહ્યું હોય તેવી લોક ચર્ચાઓ થઈ રહી છે