દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના આંબા ગામે છોકરીના નિકાલ મામલે ચાર જણાએ ભેગા મળી બેને ફટકાર્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના આંબા ગામે છોકરીના નિકાલ બાબતે થયેલ ઝઘડા તકરારમાં ચાર જેટલા ઈસમોએ એક દંપતિને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી ઘરના નળીયાની તોડફોડ કરી નુકસાન પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા.૧૦મી મેના રોજ ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે રહેતાં કલજીભાઈ રંગાભાઈ પારગી, રમુડાભાઈ કલજીભાઈ પારગી, મલાભાઈ રંગાભાઈ પારગી અને મહેશભાઈ કલજીભાઈ પારગીનાઓએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે લાકડીઓ લઈ આવી આંબા ગામે કાપરી ફળિયામાં રહેતાં લલીતાબેન સોમાભાઈ હઠીલાના ઘરે જઈ બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, રાકેશનો છોકરો અમારી છોકરીને ભગાડી ગયો છે તો તેનો કેમ નિકાલ કરતાં નથી, તમોને છોડીશુ નહીં, તેમ કહેતાં લલીતાબેન તથા તેમના ઘરના માણસોએ કહેલ કે, તમારી છોકરી ક્યાં છે તે અમોને ખબર નથી, તેમ કહેતાં ઉપરોક્ત ચારેય જણા એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને પોતાની સાથે લાવેલ લાકડીઓ વડે લલીતાબેન અને તેમના પતિ સોમાભાઈને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ઘરના નળીયાની તોડફોડ કરી નુકસાન પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે લલીતાબેન સોમાભાઈ હઠીલાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.