દાહોદ શહેરમાં આવેલ એક ફાઈનાન્સ કંપનીમાં સીનીયર ઓડિટ ઓફિસરે પોતાની જ કંપનીમાંથી રૂા. ૯ લાખ ઉપરાંતની ચોરી કરી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૨
દાહોદ શહેરમાં આવેલ ફાઈનાન્સ કંપનીમાં ફરજ બજાવતો સિનિયર ઓડીટ ઓફિસરે પોતાની કંપનીની ઓફિસમાંથી રૂા. ૯,૫૩,૯૨૬નો ચોરી કરતાં આ સંબંધે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
દાહોદ શહેરમાં હરસોલાવાડ શ્રીજી કોમ્પલેક્ષમાં આવેલ સુર્યાેદય સ્મોલ ફાઈનાન્સ કંપનીમાં સિનિયર ઓડીટ ઓફિસર તરીકે પોતાની ફરજ બજાવતો સંદિપકુમાર રતનસિંહ વહુનીયાએ ગત તા.૧૧મી મેના રોજ ફાઈનાન્સ કંપનીની ઓફિસમાં આવેલ સેફમાંથી રોકડા રૂપીયા ૯,૫૩,૯૨૬ ની ચોરી કરતાં આ સંબંધે સુર્યાેદય સ્મોલ ફાઈનાન્સ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતાં કૃણાલભાઈ હરેન્દ્રભાઈ સાધુએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.