ઝાલોદમાં એક યુવકે અગમ્યકારણોસર ઝાડ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર મચી
રિપોર્ટર : પંકજ પંડિત
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં આવેલ આઈ.ટી.આઈ. બાયપાસ રોડની સાઈડમાં એક ઝાડની ઉપર એક યુવકે અગમ્યકારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરે લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
ગત તા.૧૧મી મેના રોજ ઝાલોદ તાલુકાના રાયપુરા ગામે માળી ફળિયામાં ૨૦ વર્ષીય રહેતાં રાજેશભાઈ ઉર્ફે રવજીભાઈ ડામોરે અગમ્યકારણોસર ઝાલોદ આઈ.ટી.આઈ. બાયપાસ રોડની સાઈઢમાં એક ગાંડા બાવળના ઝાડ ઉપર દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં આ અંગેની જાણ સ્થાનીકોમાં થતાં ઘટના સ્થળે લોક ટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ દોડી ગઈ હતી અને મૃતકના પરિવારજનોનો સંપર્ક કરતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. ઘટના સ્થળે પરિવારજનોમાં આક્રંદનો માહોલ સર્જાઈ ગયો હતો. પોલીસે મૃતક રાજેશભાઈ ઉર્ફે રવજીભાઈનો મૃતદેહ ઝાડ પરથી નીચે ઉતારી નજીકના દવાખાને પી.એમ. અર્થે રવાના કરી દેવામાં આવ્યો હતો.
આ સંબંધે ઝાલોદ તાલુકાના રાયપુરા ગામે માળી ફળિયામાં રહેતાં કાનજીભાઈ બદીયાભાઈ ડામોરે ઝાલોદ પોલીસ મથકે જાણવા જાેગ આપતાં પોલીસે આ સંબંધે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.