દાહોદ તાલુકાના ઉસરવાણ ગામે પાણીની સમસ્યાને લઈ વાસ્મોના અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી
દાહોદ તા.૧૪
દાહોદ તાલુકાના ઉસારવણ ગામના ટિંડોળી ફળિયાના પેટા ફળિયા ડાંગી ફળિયામાં પાણીનો પ્રશ્ન હોય તાલુકા વિકાસ અધિકારી -દાહોદ, નાયબ કાર્યપાલક ઇજનેર- પાણી પુરવઠા વિભાગ – દાહોદ, ટેકનીકલ આસિસ્ટન્ટ – વાસ્મો દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવેલ હતી.
સ્થળ મુલાકાત દરમિયાન તાત્કાલિક ગ્રામ પંચાયતને સુચના આપીને ટેન્કર મારફતે પીવાનું પાણી ગ્રામજનોને પહોંચાડવામાં આવ્યું છે. તેમજ જરૂરિયાત મુજબનું પાણી સવારે ૮ વાગ્યે અને સાંજે ૫ વાગ્યે દિવસમાં બે વાર ગ્રામજનોને પહોંચાડવા સરપંચશ્રી તથા તલાટી શ્રી ને સુચના આપી છે. ઉપરાંત હાલમાં નલ સે જલ યોજના અંતર્ગત ઉસરવાણ ગામે યોજનાની કામગીરી માટે એજન્સીને વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.જે પૈકી પાઇપલાઇન તારીખ ૨૫/૦૫/૨૦૨૨ સુધીમાં આવી જશે તેમજ યોજના અંતર્ગત કુવા ની કામગીરી અંદાજિત એક માસમાં પૂર્ણ કરવામાં આવશે જેથી નલ સે જલ યોજના પૂરી થયેથી ટિંડોળી ફળિયાના પેટા ફળિયા ડાંગી ફળિયામાં પાણીના પ્રશ્નનું નિરાકરણ આવી જશે તેમજ પાટાડુંગરી જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત ઉસરવાણ ગ્રામ પંચાયત નો પણ સમાવેશ કરવામાં આવેલ છે જેની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે. આ યોજના ની સંપૂર્ણ કામગીરી પૂરી થતાં લગભગ એક વર્ષની આસપાસ જેટલો સમય લાગે તેમ છે આ યોજના પૂરી થયેથી પાણીનો કાયમી ઉકેલ આવી જશે.