લીમખેડા ગ્રામ પંચાયતના માજી સરપંચ દ્વારા હાલના સરપંચ દ્વારા જુનુ નાળુ બતાવીને બોગસ કામના રૂ.૧ લાખની સરપંચ દ્વારા ઉપાચત કર્યાના આક્ષેપ સાથે દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત અરજી કરી
દાહોદ તા.૨૬
દાહોદ જિલ્લાની લીમખેડા ગ્રામ પંચાયતમાં સરપંચ દ્વારા જુનુ નાળુ બતાવીને બોગસ કામના રૂ.૧ લાખ રૂપીયા ઉપાડી ઉપાચત કર્યાના આક્ષેપ સાથે લીમખેડાના ગ્રામ પંચાયતના માજી સરપંચ દ્વારા આ બાબતે દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને તપાસ કરવાની માંગણી સાથે કાર્યવાહી કરવા લેખિતમાં અરજી કર્યાનું જાણવા મળે છે.
લીમખેડા ગ્રામ પંચાયતના માજી સરપંચ રાકેશભાઈ બાદલભાઈ બારીયા અને વહોનિયા ઘનસુખભાઈ બજાભાઈએ દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં અરજી આપી જણાવ્યુ છે કે, લીમખેડા ગ્રામ પંચાયતની ગ્રાન્ટનો સરપંચ દ્વારા ઝાલોદ રોડ ઉપર આવેલા હરિહર શાળાના ગેટની બાજુમાં નાળુ અગાઉ બે વર્ષ પહેલા મકાનની આગળ મકાન માલિક દ્વારા બનાવવામાં આવ્યુ હતુ. આ નાળુ હાલના સરપંચ દિનેશભાઈ ધનાભાઈ ભરવાડે તાલુકા પંચાયતને તથા તલાટી કમ મંત્રીને ગેર માર્ગે દોરીને આ અગાઉ બનેલુ જુનુ નાળિ બતાવીને તેના પર નાણાં પંચની તકતી લગાવીને ફોટો પડાવીને રૂપીયા એક લાખથી વધુની રકમ ઉપાડી લઈને સરકાર સાથે છેતરપીંડી કરી છે, તો ખરેખર આ નાળાનું કામ બે વર્ષ અગાઉ મકાન માલિક દ્વારા કરવામાં આવ્યુ હતુ પરંતુ હાલના સરપંચ દ્વારા આ જુના નાળાનું કામ બતાવીને ઉપલી કચેરીને ગેર માર્ગે દોરી સરકારનાં નાણાં ઉપાડીને સરકાર અને ગ્રામ પંચાયત સાથે છેતરપીંડી કરી ક લાખથી વધુ રકમ ઉપાડી લઈને ઉપાચત કર્યા હોવાનો આક્ષેપ ઉપરોક્ત માજી સરપંચો દ્વારા કરવામાં આવ્યો છે. વધુમાં જણાવ્યા મુજબ આ બાબતે ઝીણવટભરી તપાસ હાથ ધરી કાયદેસર પગલાં ભરી હાલના સરપંચ દિનેશભાઈ ધનાભાઈ ભરવાડને ધારા મુજબ સરપંચ પદેથી દુર કરવાની માંગણી પણ કરવામાં આવી છે.
આભાર – નિહારીકા રવિયા
