આજ રોજ ઝાલોદ નગરના કસ્બા વિસ્તારમાં મુસ્લિમ સમાજ દ્વારા સમહુ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતુ
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૧૬
તા.15. મે 2022.ના રોજ રવિવારે ના મોહસીને આઝમ મિશન ઝાલોદ બ્રાંચ તથા સિપાઇ કસ્બા મુસ્લિમ પંચ કમિટી ના સહયોગથી ઝાલોદ કસ્બા વિસ્તારમાં પ્રથમ વાર સમૂહ નિકાહ આયોજન કરવામાં આવ્યુ મોહસિને આઝમ મિશન ની દુનિયા ભરની અનેક આવી બ્રાંચો દ્વારા વિવિઘ સામજિક પ્રવુતિઓ કરવામાં આવે છે જેના ભાગ રૂપે ઝાલોદ શહેરના ગરીબ મુસ્લિમ પરિવારની દીકરીઓ માટે સમૂહ લગ્ન ની પહેલ કરી સમાજ માટે ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતુ.તેમાં ઉપસ્થિતિ બ્રાંચ નાં પ્રમૂખ ઇમરાન ખાન પઠાણ અન્ય સભ્યો કલિમભાઈ શેખ જમીલભાઈ શેખ જાવેદભાઈ કાનુગા તથા કસ્બાપંચના અગ્રણીઓ સભ્ય દ્વારા ખુબજ સુંદર રીતે આયોજન કરવામા આવ્યુ હતું અનેક સમાજ તથા નગરપાલિકા ના સભ્યો આજુબાજુ ના મુખ્ય મહેમાનોની નવ દંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યાં હતાં સમાજનાં થતાં ખોટા રિતી રિવાજો ને કરવા માટે અપીલ કરી હતી મોહાસિને આઝમ મિશન દ્વારા કરવામાં આવી જે ખુબજ સરાહનીય બાબત છે લોકોના સંપૂર્ણ સાથ સહકાર થી એવા અનેક સામાજિક કાર્યો કરવામાં આવે તોજ સમાજ જાગૃત થશે.

