લુણાવાડામાં યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઝાલોદનો ચિરાગ કલાલ મેન ઓફ ધ મેચ : ચાવડીબાઈના મુવાડામાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ
રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૧૬
મહીસાગર જિલ્લા મુખ્ય મથક લુણાવાડા ના ચાવડી બાઈ ના મુવાડા માં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેના પ્રથમ દિવસે ઝાલોદ અને મોરા વચ્ચે ની ટુર્નામેન્ટ માં ઝાલોદ નો વિજય થયો હતો. ઝાલોદ ના ચિરાગ કલાલ મેન ઓફ ધ મેચ થયા હતા જેઓને યુનાઈટેડ ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ક્રિકેટર ચિરાગ કલાલ ની રાજ્ય ની ટીમ માં પસંદગી કરવામાં આવે તો દાહોદ જિલ્લા નું નામ રોશન થાય.

