ફતેપુરા તાલુકાના હડમત ગામે : કુવામાંથી પાણી કાઢવા મામલે મહિલા સહિત બેને ફટકાર્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૭
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના હડમત ગામે કુવામાંથી પાણી કાઢવા મામલે થયેલ ઝઘડામાં એક ઈસમે એક મહિલા સહિત બે જણાને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
ગત તા.૧૪મી મેના રોજ હડમત ગામે રહેતાં લીલાબેન પોતાના સહીયારા કુવામાંથી ઘર વપરાશનું પાણી કાઢવા સારૂં પાઈપ ફેરવતાં હતાંતે સમયે ગામમાં રહેતાં તેરસીંગભાઈ ઉર્ફે ઉદાભાઈ ડામોર ત્યાં આવી બેફામ ગાળો બોલી કુવા ઉપર આવી મોટર વીજ કનેક્શનના વાયર કાઢી નાંખી પોતાના ખેતર તરફ પાઈપો ખેંચી ઘર તરફ જતાં જતાં ગાળો બોલતો હતો ત્યારે કલ્પેશભાઈએ તેરસીંગભાઈને સમજાવવા જતાં અને ગાળો બોલવાની ના પાડતાં તેરસીંગભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈ બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, મે પણ કુવમાં પૈસા આપેલ છે, તું મને કોણ રોકવા વાળો, તેમ કહી પોતાના હાથમાંની લાકડી કલ્પેશભાઈ અને સુરતાબેનને હાથે પગે, શરીરે તેમજ માથાના ભાગે મારી ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત કલ્પેશભાઈ કાળુભાઈ ડામોરે સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.