દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં પોલીસનો સપાટો : જુગાર ધામ પર પોલીસે રેડ કરી ત્રણ જુગારીઓને ઝડપી પાડી રૂા. ૨ હજાર ઉપરાંતની રોકડ ઝડપી પાડી
રિપોર્ટર : ગગન સોની
પોલીસને જાેઈ અન્ય ચાર જુગારીઓ નાસી જવામાં સફળ રહ્યાં.
દાહોદ તા.૧૭
દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં ગંજી પત્તા પાના વડે હારજીતના જુગાર ધામ પર પોલીસે ઓચિંતી રેડ પાડતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે ત્રણ જુગારીઓને ઝડપી પાડી તેઓની અંગ ઝડતીમાંથી રોકડા રૂપીયા ૨,૮૯૦ની રોકડ રકમ ઝડપી પાડી જ્યારે ચાર જેટલા જુગારીઓ પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે. ગત તા.૧૫મી મેના રોજ દાહોદ શહેર પોલીસને મળેલ બાતમીના આધારે કસ્બા વિસ્તારમાં ઓચિંતી રેડ પાડી હતી. જાહેરમાં જુગાર રમી રહેલ જુગારીઓમાં પોલીસને જાેઈ નાસી ભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતો. પોલીસે જુગાર રમી રહેલ ૭ જુગરીઓ પૈકી જુનેદ સુલેમાન મુંડા (રહે. મોટા ઘાંચીવાડ, દાહોદ), સાજીદખાન શબ્બીર ખાન પઠાણ (રહે. કસ્બા, જુનાવણકરવાસ, દાહોદ) અને અબરાલ હુસેનભાઈ મકરાણી (રહે. કસ્બા, દાહોદ) ને ઝડપી પાડ્યાં હતાં તેઓની અંગ ઝડતી કરતાં પોલીસે તેઓની પાસેથી રોકડા રૂપીયા ૨,૮૯૦ની રોકડ રકમ ઝડપી પાડી હતી જ્યારે પોલીસને જાેઈ જહીર હારૂન પઠાણ (રહે. કસ્બા, દાહોદ), ફિરદોશ હુસેન પિંજારા (રહે. કસ્બા, મોટાઘાંચીવાડ, દાહોદ), ઈમરાન સપીભાઈ પાટુક (રહે. કસ્બા, બારીયાવાડ, દાહોદ) અને સેમ્યુદીન જેન્યુદ્દીન કાઝી (રહે. ચોકી નંબર ૫ની સામે, દાહોદ) નાઓ પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાં હતાં. દાહોદ શહેર પોલીસે ઉપરોક્ત સાતેય ઈસમો વિરૂધ્ધ જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.