દૂધ સંજીવની યોજના તળાવમાં, આંગણવાડીના બાળકોને નથી અપાઈ રહ્યું દૂધ : ફતેપુરા તાલુકાના પાટી ગામે તળાવમાંથી દૂધ સંજીવનીનું દૂધ મળી આવતાં ચકચાર મચી
રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૭
આદિવાસી બાળકો ને કુપોષિત દૂર કરવા માટે સરકાર દ્વારા દૂધ સંજીવની અંતર્ગત બાળકોને પોસ્ટિક અને ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે પરંતુ ફતેપુરા તાલુકા ના મોટા ભાગ ના ગામો માં આંગણવાડી ના બાળકો સુધી આ દૂધ પહોચતું નથી અને અને બાળકો ને દૂધ પહોચાડવા ના બદલે દૂધ ને તળાવ કે નદી માં ફેંકી દેવા ના કિસ્સા ઓ સામે અવારનવાર આવતા હોય છે. આંગણવાડી કેન્દ્ર માં ભણતા બાળકો શારીરિક સ્વાસ્થ્ય નિરોગી અને કુપોષિતતા દૂર થાય તે માટે સંજીવની યોજના યોજના શરૂ કરવામાં આવી હતી અને યોજના આદિવાસી જિલ્લામાં અમલ માં મુકવા માં આવી હતી.
ફતેપુરા તાલુકામાં અંતરિયાળ ગામ પાટી તળાવ ફળિયાના રહીશો માં કોઈ કહેનારના હોય તેમ કુપોષણ ને દૂર કરવા અને કુપોષણ અટકાવવા દૂધ સંજીવની યોજના અંતર્ગત પૂરા પાડવામાં આવતા દૂધ ના પાઉચ પાટી ગામ ના તળાવ માં ફેંકી દેવા મા આવેલ નજરે પડી રહ્યા છે. દૂધ સંજીવની માં દૂધ પૂરું પાડનાર ખાનગી કોન્ટ્રાકટર અને કંપની જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓના છૂપા આશીર્વાદ થી કેટલીક આંગણવાડીમાં તો દૂધ પહોચાડવામાં આવતું જ ન હોવાનું ગ્રામજનો દ્વારા જાણવા મળી રહ્યું છે.

