દાહોદના કસ્બા વિસ્તારમાંથી પોલીસે રૂા. ૧૫ હજારનું ગૌમાંસ ઝડપી પાડ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૭
દાહોદ શહેરના કસ્બા વિસ્તાર ખાતે એક ઈસમે પોતાના આર્થિક લાભ સારૂં ગૌવંશનું કતલ કરી રૂા. ૧૫,૦૦૦ની કિંમતના ગૌવંશનો બગાડ કરતાં આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગત તા. ૧૨મી મેના રોજ દાહોદ શહેર પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદ કસ્બા વિસ્તારમાં રહેતાં આવેશ અઝીઝભાઈ શેખના રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો માર્યો હતો. પોલીસને જાેઈ આવેશ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેના રહેણાંક મકાનમાંથી ગૌવંશનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આવેશે પોતાના આર્થિક લાભ મેળવવા સારૂં ગૌવંશનું ક્રુરતા પુર્વક કતલ કરી આશરે ૧૦ કિ.ગ્રા. કિંમત રૂા. ૧૫,૦૦૦ના ગૌવંશનો બગાડ કરતાં દાહોદ શહેર પોલીસે આવેશ અઝીઝભાઈ શેખ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.