માંડલીખૂટા ગામે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ : ટુર્નામેન્ટ પ્લાસ્ટિક બોલથી રમાડવામાં આવી હતી
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૯
માંડલીખૂંટા ગામે પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું, જેમા વિવિધ 32 ટીમો એ ભાગ લીધો હતો. અને ગત તારીખ 18 ના રોજ માંડલીખૂટા ગામે સેમી ફાઇનલ મેચ તથા ફાઇનલ મેચ રમાડવામાં આવી હતી .
જેમા સેમી ફાઇનલ ની મેચ લીમડી v/s મણખોસ્લા ની ટીમ વચ્ચે રમાડવામાં આવી હતી. જેમા મણખોસ્લા ની ટીમે 8 ઓવર મા 107 રન બનાવી વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેના જવાબ માં લીમડી ની ટીમે 7.2 બોલ માં 108 રન બનાવી ફાઇનલ મા પ્રવેશ કર્યો હતો.
જ્યાર બાદ ફાઇનલ મેચ રમાડવામાં આવી હતી જેમાં લીમડી v/s ઝાલોદ ની ટીમ વચ્ચે રમાડવામાં આવી હતી જેમાં ઝાલોદ ની ટીમે પ્રથમ બેટિંગ કરતાં 10 ઓવર માં 128 રન બનાવી વિશાળ સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબ મા લીમડી ની ટીમે 9.3બોલ મા129 રન ચેસ કરી અને ફાઇનલ મેચ જીતી ટ્રોફી તેમના નામે કરી અને ફાઇનલ મેચ શાંતિ પૂર્ણ થવા બદલ બન્ને ટીમો એ આયોજક નો આભાર માની ખેલદિલી પૂર્વક આ ટુર્નામેન્ટને પૂર્ણ કરવામાં આવી હતી.