દેવગઢ બારીઆનો એક બુટલેગર પાસા હેઠળ

દાહોદ તા.૨૬
દેવગઢ બારીઆ પોલિસ મથકમાં પ્રોહીના ગુન્હામાં સંડોવાયેલ એક બુટલેગર સામે અટકાયતી પગલાં લેતા આ બુટલેગરના તેના રહેણાંક મકાનમાંથી દેવગઢ બારીઆ પોલિસે ઝડપી પાડી દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક તેમજ કલેક્ટર તથા મેજીસ્ટ્રેટની સુચનાથી આ બુટલેગરને પલાસ જેલ ભુજ ખાતે પાસા હેઠળ ધકેલી દેવાતા બુટલેગર આલમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક હિતેશ જાયસર તથા મહે.નાયબ પોલિસ અધિક્ષક કે.એમ.દેસાઈનાઓએ દારૂ અને જુગારની પ્રવૃતિ નેસ્તાબુદ કરવા સારૂ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ દાહોદ જિલ્લા પોલિસ દ્વારા આ પ્રવૃતિને કડક હાથે ડામવા માટેના પ્રયાસો ચાલુ કર્યા હતા જેમાં દેવગઢ બારીઆ પોલિસ મથકે પ્રોહીના અનેક ગુન્હામાં સંડોવાયેલ બુટલેગર બળવંતભાઈ પારસીંગભાઈ કોળી પટેલ (રહે.કેલીયા, તા.દેવગઢ બારીઆ,દાહોદ) નો પર પ્રાંતિય બનાવટનો વિદેશી દારૂ બહારથી મંગાવી વેચાણ કરતો હોય અને આ બાબતે દેવગઢ બારીઆ પોલિસે ઉપરોક્ત બુટલેગરના રહેણાંક મકાનમાંથી પોલિસે ઝડપી પાડ્યો હતો. આ બાદ અટકાયતી વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મહે.જિલ્લા પોલિસ અધિક્ષક મારફતે મહે.કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટનાઓએ પાસા દરખાસ્ત મોકલી આપતાં જે મંજુર થઈ આવતા ઉપરોક્ત બુટલેગર બળવંતભાઈ પારસીંગભાઈ કોળી પટેલે પલારા જેલ, ભુજ ખાતે જેલ હવાલે મોકલી આપ્યો હતો. આ પાસાની કાર્યવાહીથી દાહોદ જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી તથા વિદેશી દારૂનો ધંધો કરતો બુટલેગરોમાં ફફડાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!