દાહોદ જિલ્લામાં મોટરસાઈકલ ચોર ટોળકીનો વધતાં આતંકને પગલે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો : દાહોદ શહેરમાંથી એકજ દિવસમાં બે મોટરસાઈકલની ચોરી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૦
દાહોદ શહેરમાં એકજ રાત્રીમાં બે જુદા જુદા સ્થળોએથી એકસાથે બે મોટરસાઈકલોની ઉઠાંતરી થતાં શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
મોટરસાઈકલ ચોરીનો પ્રથમ બનાવ દાહોદ શહેરના સુજાઈબાદ આગળ બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૪મી મેના રોજ દાહોદ તાલુકાના નાની સારસી ગામે પરમાર ફળિયામાં રહેતાં પ્રતાપભાઈ બકુભાઈ કિશોરી પોતાના કબજાની મોટરસાઈકલ લઈ દાહોદ શહેરના સુજાઈબાગ ખાતે કોઈ કામ અર્થે આવ્યાં હતાં અને પોતાની મોટરસાઈકલ તે વિસ્તારમાં લોક મારી પાર્ક કરી ગયાં હતાં ત્યારે કોઈ અજાણ્યા ચોર ઈશમોએ પોતાનો કસબ અજમાવી પ્રતાપભાઈની મોટરસાઈકલનું લોક તોડી મોટરસાઈકલની ઉઠાંતરી કરી લઈ નાસી જતાં આ સંબંધે પ્રતાપભાઈ બકુભાઈ કિશોરીએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોટરસાઈકલ ચોરીનો બીજાે બનાવ દાહોદ શહેરમાં આવેલ ઝાયડસ હોસ્પિટલના પાર્કિંગ ખાતે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૪મી મેના રોજ દાહોદ શહેરના સૈફી મહોલ્લામાં રહેતાં હાતિમ હસનજીભાઈ સંજેલીવાલાએ પોતાની મોટરસાઈકલ ઝાયડસ હોસ્પિટલના પાર્કિંગમાં લોક મારી પાર્ક કરી હતી ત્યારે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતોના કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે હાતિમ હસનજીભાઈ સંજેલીવાલાએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.