દાહોદ તાલુકાના સબરાળા ગામે એક યુવક કોતરના ઉંડા પાણીમાં ડુબી જતાં મોત

દાહોદ તા.૨૬
દાહોદ તાલુકાના સબરાળા ગામે બે મિત્રો ગામમાં આવેલ કોતર તરફ ગયા હતા જેમાં એક મિત્ર કોતરમાં કપડા ધોતો હતો અને બીજા એક કોતરના પાણીમાં ન્હાવા પડતાં જાતજાતમાં ન્હાવા પડેલ ૧૭ વર્ષીય યુવક કોતરના ઉંડા પાણીમાં ડુબી ગયો હતો જ્યારે બીજા મિત્રએ આ દ્રશ્ય જાતા તેને બુમાબુમ કરી મુકતા ગ્રામજનોના ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. સ્થાનીક તરવૈયાઓ દ્વારા કલાકોની ભારે જહેમત બાદ યુવકની લાશને કોતરના પાણીમાં બહાર કાઢતા પરિવારજનોમાં આક્રંદ ફેલાઈ જવા પામ્યો હતો.
દાહોદ તાલુકાના સબરાળા ગામના બે મિત્રો ગતરોજ પોતાના જ ગામમાં આવેલ એક કોતર તરફ ગયા હતા જેમાં એક મિત્ર કોતરના કિનારે કપડા ધોતો હતો જ્યારે મિત્ર કોતરના પાણીમાં ન્હાવા પડ્યો હતો. કોતરના પાણીમાં યુવક ન્હાતા ન્હાતા ઉંડા પાણીમાં ગરકાવ થતો જાઈ કપડા ધોતા યુવકે બુમાબુમ કરી મુકી હતી અને આ અવાજ સાંભળી આજુબાજુના સ્થાનીકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ દાહોદ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓ પણ તાબડતોડ સ્થળ પર દોડી આવ્યા હતા જ્યા સ્થાનીક તરવૈયાઓની મદદથી ૨ કલાકની ભારે જહેમત બાદ ૧૭ વર્ષિય યુવકના મૃતદેહને કોતરના પાણીમાંથી શોધી બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટના યુવકના પરિવારજનોમાં આક્રંદ ફેલાઈ જવા પામ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: