ઝાલોદ તાલુકાના મેલણીયા ગામે મામલતદાર સહિત તાલુકાના ઉચ્ચ અધિકારીઓની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા યોજાઇ
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૧
દાહોદ જિલ્લામાં તમામ તાલુકાઓમાં શુક્રવારે રાત્રીસભા યોજાઇ.ઘરઆંગણે જ ગ્રામજનોના પ્રશ્નોનું સંતોષકારક નિરાકરણ કરતાં જિલ્લા તેમજ તાલુકાના ઉચ્ચ અધિકારીશ્રીઓ. તાલુકાઓમાં રાત્રીસભા યોજાઇ હતી. જેમાં ગ્રામજનોને સરકારની વિવિધ જનકલ્યાણની યોજનાઓથી માહિતગાર કરાયા હતા અને ઘરઆંગણે જ તેમના પ્રશ્નોનું સંતોષજનક નિરાકરણ અધિકારીઓ દ્વારા કરાયું હતું. ગ્રામજનોએ પણ મોટી સંખ્યામાં રાત્રીસભામાં ઉપસ્થિત રહ્યાં હતા.