દાહોદ તાલુકાના ખરેડી ગામનો બનાવ : વિદેશી દારૂની બાતમી આપવા મામલે બે જણાને ૬ જેટલા ઈસમોએ ગંભીર માર માર્યાેં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૨
દાહોદ તાલુકાના ખરેડી ગામે વિદેશી દારૂના ધંધાની બાતમી પોલીસને આપવા બાબતે ૦૬ જેટલા ઈસમોએ બે જણાને રસ્તામાં રોકી બેફામ ગાળો બોલી તલવાર વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી બે જણાને શરીરે ઈજાઓ પહોંચાડી રૂા. ૭ હજાર અને એક મોપેડ ગાડીની લુંટ ચલાવતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ગત તા.૧૯મી મેના રોજ દાહોદ તાલુકાના ઉકરડી ગામે સુદામા નગર સોસાયટીમાં રહેતાં ઈરફાનબેગ મુર્તુજાબેગ ર્મિજા અને એહમદરઝા એમ બંન્ને જણા એક મોપેડ ટુ વ્હીલર ગાડી પર સવાર થઈ રાત્રીના અગીયારેક વાગ્યાના આસપાસ ખરેડી ગામેથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે ત્યાં પંકજ રસુલ ડાભી, મનોજ રસુલ ડાભી, સંદીપ ડામોર, રાકુ ઉર્ફે રાકેશ રમેશ સંગાડા, મીલન છગન અમલીયાર અને એક અજાણ્યો ઈમસ (તમામ રહે. ખરેડી, તા.જિ.દાહોદ) નાઓએ ઈરફાનબે અને એહમદરઝાને રસ્તામાં રોકી બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તું અહીંયા શું કરે છે, તુંજ પોલીસને અમારા વિદેશી દારૂના ધંધા વિશે બાતમી આપી અમારો માલ પકડાવે છે, આ પહેલા પણ તે રાત્રીના વોચ કરી ઘણીવાર અમારો માલ પકડાવી અમોને ઘણું નુકસાન કરાવેલ છે અને આજે પણ તું અમારી વોચ માટે અહીં ફરે છે, તેમ કહી ઉપરોક્ત સાતેય જણા એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને તલવારનો ઘા ઈરફાનબેનને માથાના ભાગે મારી લોહીલુહાણ કરી નાંખ્યાં હતાં અને ઈરફાનબેગ અને એહમદરઝાને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ઈરફાનબેગના ખિસ્સામાંથી રોકડા રૂપીયા ૭ હજાર અને મોપેડ ટુ વ્હીલર વાહનની લુંટ કરી નાસી ગયાં હતાં. સંબંધે ઈજાગ્રસ્ત ઈરફાનબેગ મુર્તુજાબેગ ર્મિજાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.