ઝાલોદ તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ મહાઅભિયાન શુભારંભ કરવામાં આવ્યું
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૨
દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શિતલબેન વાઘેલાની દીકરી આયાઁના હસ્તે કરાયું
સમગ્ર રાજ્યની સાથે દાહોદ ના જીલ્લામાં રવિવારે “રસીકરણ મહાઅભિયાન” નું આયોજન કરવામાં આવ્યું. જેનો શુભારંભ ઝાલોદ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર થી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શીતલકુમારી વાઘેલાના દીકરી આર્યાના વરદ હસ્તે કરવામાં આવ્યું..જેમાં ભાજપ ગ્રામ્ય સંગઠનના મહામંત્રી સુરેશભાઈ ભાભોર, અનુપભાઇ પટેલ,વીનેશભાઈ ભુરીયા, ડૉ.પાંડે સાહેબ, ડૉ.પટેલ સાહેબ, આરોગ્ય વિભાગ નો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો. જીલ્લામાં ૧૨ થી ૧૪ વર્ષનાં તથા ૧૫ થી ૧૭ વર્ષની ઉંમરનાં બાળકોને રસીનો પ્રથમ તથા બીજો ડોઝ આપવામાં આવશે,
આ સાથે જે લોકોએ બીજો ડોઝ લીધાના ૯ માસ પુર્ણ થયા હોય તેવા તમામ હેલ્થકેર વર્કર અને ફ્રન્ટ લાઇન વર્કરને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.
વધુમાં જે લોકોની ઉંમર- ૬૦ વર્ષથી વધુ છે તેવા તમામ લોકોને જો બીજો ડોઝ પુર્ણ થયાના ૯ માસ થયા હોય તેઓને પણ પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. જાહેર જનેતાને રવિવારે આ રસીકરણ મહાઅભિયાનનો લાભ લેવા તંત્રએ અપીલ કરી છે