નાની ખરજ ખાતેનાં નંદઘરની આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી
દાહોદ તા. ૨૧
દાહોદનાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ દાહોદના નાની ખરજ ખાતેના નંદ ઘરની આકસ્મિક મુલાકાત લીધી હતી અને બાળકો સાથે બેસીને તેમને મળી રહેલી સુવિધાઓ વિશે માહિતગાર થયા હતા. તેમણે બાળકો નંદઘર ખાતે નિયમિત આવે તેમજ પોષણયુક્ત આહાર મળી રહે તે બાબત ઉપર ભાર મૂકયો હતો. મુલાકાત સમયે નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડો. કમલેસ ગોસાઇ, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.