દાહોદમાં બુધવારે ઔદ્યોગિક ભરતી મેળો તેમજ સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાશે
દાહોદ તા. ૨૪
જીલ્લા રોજગાર વિનિમય કચેરી, દાહોદ તથા સંકલ્પ ચેરીટેબલ ટ્રસ્ટના સયુંકત ઉપક્રમે આગામી તા.૨૫ મે, બુધવારના રોજ સવારે ૧૦ કલાકે સંકલ્પ આઈ ટી આઈ મેગા જીઆઈડીસી, ખરેડી દાહોદ ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળા યોજાશે. તેમજ સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું પણ આયોજન કરાયું છે.
ઉમેદવારોને ખાનગી ક્ષેત્રમાં રોજગારી માટે ધો.૧૦પાસ, ૧૨પાસ, આઈ.ટી.આઈ, ઓલ ટ્રેડ ડિપ્લોમા, સ્નાતક, નર્સિંગ જીએનએમ/બીએસસી /એમએસસી પુરૂષ, ડિપ્લોમાં ફાર્મસી, બેચરલ ફાર્મસી માસ્ટર ફાર્મસી અનુભવી, બિન-અનુભવી લાયકાત ધરાવતા ઉમેદવારોને રોજગારીની તક પૂરી પાડવામાં આવશે. તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિર પણ યોજાશે. જેમાં ઉમેદવારોને નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાશે. ઉકત જણાવેલ અભ્યાસ ધરાવતા મહિલા તથા પુરુષ ૧૮ થી ૩૫ વર્ષ વય મર્યાદા ધરાવતા ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લઈ શકશે. રોજગાર ભરતી મેળામાં ઉમેદવારો પોતાના બાયોડેટા સાથે હાજર રહવા દાહોદના રોજગાર અધિકારીશ્રી એ અપીલ કરી છે.