દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કરંબા ગામે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી 14 જણાએ એકના ઘરના નળીયા ની તેમજ મોટરસાયકલની તોડફોડ કરી
દાહોદ તા.૨૫
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કરંબા ગામે અગાઉના ઝઘડાની અદાવત રાખી ૧૪ જેટલા ઈસમોના ટોળાએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી, કીકીયારીઓ કરી એકના ઘર તરફ આવી છુટ્ટા પથ્થરો મારી, ઘરના નળીયાની તોડફોડ કરી તેમજ મોટરસાઈકલોની તોડફોડ કરી ભારે ધિંગાણું મચાવતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગત તા.૨૩મી મેના રોજ કરંબા ગામે ખોબરા ફળિયામાં રહેતાં ફુલસીંગભાઈ મલાભાઈ માવી, વકલાભાઈ માલાભાઈ માવી, જાેનશનભાઈ હકલાભાઈ માવી, હસમુખભાઈ મલાભાઈ માવી અન્ય ઈસમો મળી કુલ ૧૪ જેટલા ઈસમોએ પોતાના હાથમાં મારક હથિયારો લઈ ગામમાં રહેતાં સુરેશભાઈ મોતીભાઈ માવીના ઘરે અગાઉના ઝઘડાની અદાવત રાખી આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ જઈ છુટ્ટા પથ્થરો મારી તેમજ ઘરના નળીયાની અને મોટરસાઈકલોની તોડફોડ કરી નુકસાન પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે સુરેશભાઈ મોતીભાઈ માવીએ સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.