ઝાલોદ તાલુકા લીમડી નગરના ઉત્કર્ષ ભાઈ શર્મા દ્વારા અગ્નિશામક ગાડી ફાળવવા બાબતમાં પ્રાંત અધિકારીને આવેદન આપ્યું
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૬
લીમડી ગામ ઝાલોદ તાલુકા માં મોટું વેપારી મથક છે. આશરે 20,000 જેટલી વસ્તી ધરાવતા ગામ માં 5,000 જેટલા રહેણાક મકાનો આવેલા છે. જેમાં અમુક કાચા મકાનો પણ છે. લીમડી ની આસપાસ 3 , 4 કિલોમીટર વિસ્તાર માં 20 થી 25 નાના ગામ આવેલા છે. લીમડી માં અગ્નિશામક માટે કોઈ પણ વ્યવસ્થા છે નહિ.
હાલ થોડા દિવસ અગાઉ ગીચ વિસ્તાર નાં રહેણાંક મકાન માં આગ લાગી અને મોટું નુકશાન થયું હતું. ઝાલોદ અને દાહોદ થી અગ્નિશામક ગાડી આવતા સમય વધુ લાગે છે જેથી સ્થિતિ ને નિયંત્રણ મેળવવામાં ખુબ મુશ્કેલી પડી.
લીમડી ગામ માં અવારનવાર આવી ઘટના બનતી હોય છે જેથી લીમડી ગ્રામપંચાયત અને ધી લીમડી અર્બન કો. ઓપ.બેંક ના મેનેજિંગ કમિટી સભ્ય શ્રી ઉત્કર્ષ ભાઈ શર્મા દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરી.