દાહોદમાં દુધના વેપારીની રૂા.૭૦ હજારની રોકડ રકમ ભરેલ બેગની ચીલઝડપ

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૬

દાહોદ શહેરમાં સ્ટેશન રોડ પર એક દુધ વેચતાં વેપારીની ૭૦ હજાર રોકડા ભરેલ બેગ અજાણ્યો ગઠીયો વેપારીની નજર ચુકવી રોકડા રૂપીયા ભરેલ થેલી લઈ નાસી જતાં આ સમગ્ર ઘટનાનો વિડીયો નજીકમાં આવેલ સીસીટીવીમાં કેદ થઈ જતાં ગઠીયાને પકડી પાડવા પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાેં છે.

ગતરોજ દાહોદ શહેરના સ્ટેશન રોડની સામે રાબેતા મુજબ એક દુધના વેપારી પોતાનું વેચાણ કરી રહ્યાં હતાં ત્યારે એક અજાણ્યો ઈસમ ત્યાં આસપાસમાં ફરતો હતો અને દુધના વેપારીની નજર ચુકવી રોકડા રૂપીયા ૭૦ હજારની રકમની થેલી લઈ ફરાર થઈ ગયો હતો. થોડીવાર સુધી વેપારીને પોતાની રોકડા રૂપીયા ભરેલ થેલી ન જાેવાતાં બુમાબુમ થઈ ઉઠી હતી અને ઘટના સ્થળ પર લોકટોળા પણ ઉમટી પડ્યાં હતાં. સમગ્ર મામલે નજીકમાં આવેલ સીસીટીવી કેમેરાની તપાસ કરતાં અજાણ્યો ચોર ઈસમ આ રોકડા રૂપીયા ભરેલ થેલી લઈ જતો જાેવા મળ્યો હતો. ભર બજારમાં ચીલઝડપની ઘટનાને પગલે વેપારી વર્ગમાં ચિંતાનો માહોલ જાેવા મળી રહ્યો છે ત્યારે સમગ્ર મામલે સ્થાનીક પોલીસ દ્વારા ચોર ઈસમનું પગેરૂ મેળવવા તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!