માસીક સ્વચ્છતા દિવસ નિમિત્તે દેવગઢ બારીયા ખાતે કિશોરીઓને સમજ આપતો કાર્યક્રમ યોજાયો : માસિકધર્મ વખતે રાખવાની કાળજી વિશે કિશોરીઓને સમજ આપતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી





દાહોદ તા. ૨૮
માસીક સ્વચ્છતા દિવસ ઉજવણી દર વર્ષે ૨૮ મે ના રોજ આખા વિશ્વમા કરવામાં આવે છે. જે અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દાહોદ દ્વારા માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી દાહોદના દેવગઢ બારીયાના ગુણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરાવામાં આવી.
કાર્યક્રમમાં ૧૨૦ જેટલી કિશોરીઓને આરોગ્ય અને પોષણ વિષે માહિતગાર કરવામાં આવ્યા. તમામ કિશોરીઓને માસિક ધર્મ વિષે સમજ આપતા પુસ્તક અને ફલાલીન કાપડમાંથી બનાવેલ પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક કિશોરીઓને ગાયનેક, પીડયાટ્રિક તથા પીએચસી મેડિકલ ઓફિસર ડૉ. પરેશ શર્મા દ્વારા હેલ્થ ચેકઅપ તથા લેબોરેટરી તપાસ કરવામાં આવી. માસિકધર્મ વખતે રાખવાની કાળજી વિશેજિલ્લા વિકાસ અધિકારી શ્રી નેહા કુમારી એ કિશોરીઓને સમજ આપી હતી.
કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સી આર પટેલ, અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો કલ્પેશ બારિયા, શ્રી ડૉ. રાકેશ વોહનિયા, ટીએચઓ શ્રી દેવગઢ બારીયા ડૉ. રાહુલ રાઠવા, યુનિસેફ કન્સલ્ટન્ટશ્રી ડૉ. કેવલ પંડ્યા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમમાં વિગત વાર માહિતિ એડોલેશન્ટ કાઉન્સેલર શ્રી કલ્પેશ ચૌહાણે આપી હતી.

