દાહોદ તાલુકાના ગમલા ગામના બનાવને પગલે ગામમાં ભયનો માહોલ : યુવતીને ભગાડી લઈ જવાના મામલે શસ્ત્રધારી ટોળાએ ૧૫ ઘરોમાં તોડફોડ કરી
દાહોદ તા.૩૧
દાહોદ તાલુકાના ગમલા ગામમાં યુવક દ્વારા યુવતીને ભગાડી લઈ જતા ધિંગાડું યુવતીના પરિવાર દ્વારા યુવકના પરિવાર જનોના ૧૫ થી વધુ ઘરોમાં તોડફાડ કરી ભારે હંગામો મચાવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
દાહોદ તાલુકાના ક્તવારા પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારમાં આવેલ ગમલા ગામની ગામતળની યુવતીને ગમલા ગામના નિશાળ ફળિયામાં રેહતો યુવક થોડા દિવસ અગાઉ લઇ નાસી ગયો હતો જેની જાણ પરિવાર ને ન થતા થોડા દિવસ પછી છોકરી ઘરે પરત પોતાની મરજી થી આવી જતા પરિવાર દ્વારા પૂછતાંજ કરતા યુવતી દ્વારા કેહવામાં આવ્યું કે હું નિશાળ ફડીયા રહતા અજિત સાથે નાસી ગઇ હતી ત્યારે યુવતીના પરિવાર યુવકના માતા પિતા સાથે ઝગડો તકરાર કરવાં આવ્યા હતા.ત્યારે સમાજના આગેવાનો ભેગા થઈ સમાધાન કરવા જણાવ્યું હતું.ત્યારે સમાધાનમાં કઇ મેળ ન પડતાં યુવતીના પરિવાર જનો ઉશ્કેરાઈ પરત ફર્યા હતા.ને બીજા દિવસે યુવતીના પરિવાર જનો એક જૂથ થઈ આશરે ૧૫ થી ૨૦ લોકો તીર કામથા તેમજ લાકડીઓ ને મારક હથિયારો લઇ ચિચકારિયો પાડી યુવકના ઘર સહિત પરિવારના આશરે ૧૫ થી વધુ ઘરોને તેમજ ઘરોમાં મુકેલ તેમજ ઘરોમાં ચાંદી નાં દાગીના ને લૂંટી.ઘરના આંગણા માં ઉભા રહેલા મૂંગા પસુઓને મારી નાસી ગયા હતા.ત્યારે દિવસ હોય દિવસે ઘરના માણસોને જેની જાણ થતાજ તાબડતોબ કતવારા પોલીસ ની જાણ કરી હતી જેની જાણ થતાજ પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાકડો કરી વધુ તપાસ હાથ ધરી છે.