ઝાલોદ તાલુકાના મુંડાહેડા ગામે ૧૪ વર્ષીય સગીરાએ અગમ્યકારણોસર ઝાડ પર ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૧
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુંડાહેડા ગામે એક ૧૪ વર્ષીય સગીરાએ અગમ્યકારણોસર ઝાડ પર ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ગત તા.૩૦મી મેના રોજ ઝાલોદ તાલુકાના મુંડાહેડા ગામે સાજા ફળિયામાં રહેતા ૧૪ વર્ષીય અસ્મિતાબેન કલ્પેશભાઈ બિલવાળે અગમ્યકારણોસર સાજા તળાવના કિનારે આવેલ તેમના ખેતરના છેડા ઉપર આવેલ એક ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. ૧૪ વર્ષીય સગીરાના મોતને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પોલીસે મૃતક સગીરાના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં.
આ સંબંધે ઝાલોદ તાલુકાના મુંડાહેડા ગામે સાજા ફળિયામાં રહેતાં હુરસીંગભાઈ સમસુભાઈ બિલવાળે ચાકલીયા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.