ઝાલોદ તાલુકાના બીયામણી ગામનો બનાવ : છોકરીના નિકાલ બાબતે પાંચ ઈસમોએ એકના ઘરના નળીયાની તોડફોડ કરી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૧
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના બીયામણી ગામે યુવક – યુવતી ભાગી ગયાં હોય અને તેના નિકાલ મામલે પાંચ જેટલા ઈસમોએ એકસંપ થઈ ગેરકાયેદે મંડળી બનાવી પોતાની સાથે મારક હથિયારો ધારણ કરી યુવકના પરિવારજનોને ત્યાં આવી બેફામ ગાળો બોલી ઘરના નળીયાની તોડફોડ કરી તેમજ અનાજ વેરવિખેર કરી અને વૃક્ષો કાપી નાંખી રૂા. ૫૦,૦૦૦નું નુકસાન પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
બીયામણી ગામે આશ્રમ ફળિયામાં રહેતાં જસુભાઈ દલસીંગભાઈ વસૈયાનો છોકરો અને ગામમાં રહેતા લાલાભાઈ કડકીયાભાઈ વસૈયાની છોકરી બંન્ને ભાગી ગયાં હતાં અને તે મામલે છોકરીને સોંપી દેવા અને છોકરીનો નિકાલ કરવા બાબતે લાલાભાઈ કડકીયાભાઈ, સોમલાભાઈ લાલાભાઈ, કાળાભાઈ કડકીયાભાઈ, ધનાભાઈ કડકીયાભાઈ અને મગનભાઈ કીડીયાભાઈ તમામ જાતે વસૈયાનાઓએ પોતાની સાથે મારક હથિયારો જેવા કે, કુહાડી, ધારીયા, હાથમાં પથ્થરો વિગેરે લઈ કીકીયારીઓ કરી જસુભાઈના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ જઈ જસુભાઈના ઘરના નળીયાની તોડફોડ કરી, ઘરમાં ઘુસી જઈ ઘરનું અનાજ વેરવિખેર કરી તેમજ વૃક્ષો કાપી નાંખી રૂા. ૫૦,૦૦૦નું નુકસાન પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે જસુભાઈ દલસીંગબાઈ વસૈયાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.