દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં લઘુમતી કોમની પરણિતાને પતિ તથા સાસરીયઓ દ્વારા ત્રાસ અપાતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૩
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં એક લઘુમતિ કોમની પરણિતાને તેના પતિ તથા સાસરીયાઓ દ્વારા કહેજની માંગણી કરી શારિરીક અને માનસીક ત્રાસ આપી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકતાં પરણિતા દ્વારા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઝાલોદ નગરમાં સીવીલ કોર્ટ પાછળ રહેતી લઘુમતિ કોમની પરણિતા રેહમત મુસ્તાક ટીંમીવાલાના લગ્ન સીવીલ કોર્ટ પાછળ રહેતાં સહલ અ. રહીમ સાથે આજથી ત્રણ વર્ષ અગાઉ સમાજના રિતી રિવાજ મુજબ થયાં હતાં. થોડા સમય સુધી રેહમતને પતિ તથા સાસરી પક્ષનાએ સારૂ રાખ્યાં બાદ પોત પ્રકાશ્યું હતું અને પતિ સહલ દ્વારા પરણિતા રેહમતબેનને કહેલ કે, મારે ઈકો ગાડી લાવવાની છે, તારા બાપે દહેજમાં કંઈ આપેલ નથી, તારા બાપ પાસેથી રૂા. ૩ લાખ લઈ આવ જેથી રહેમતબેને કહેલ કે, મારા પિતા પાસે પૈસા નથી. સાંભળી સહલ એકદમ ઉશ્કેરાઈ જઈ રહેમતબેનની સાથે મારઝુડ કરી હતી અને સાસરી પક્ષના અ.રહીમ ઈસ્માઈલ, ખૈરૂનબીબી અ.રહીમ તેમજ ખરહીન ફાકરૂ ગુડાલા દ્વારા પણ પરણિતા રહેમતબેનને કહેતા હતાં કે, અમારા છોકરાને અમારે બીજી પત્નિ લાવવાની છે, તેમ કહી રહેમતબેનને શારિરીક અને માનસીક ત્રાસ આપી, રહેમતબેનની નણંદ ફરહીનએ કહેલ કે, મારા ભાઈને સારી જગ્યાએથી માંગા આવતા હતા પરંતુ મારા ભાઈએ તારી જાેડે શાદી કરેલ અને દહેજમાં કંઈ લાવી નથી, તેમ કહી બેફામ ગાળો બોલી, ધાકધમકીઓ આપી રહેમતબેનને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકતાં રહેમતબેન પહેરેલ કપડે પોતાના પિયર ઝાલોદ નગરના અલીફનગર સોસાયટી ખાતે આવી પહોંચી હતી અને આ સંબંધે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: