બાયો ડીઝલનો જથ્થો સીઝ કરી ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યું : ફતેપુરાના ડુંગરા ગામે શંકાસ્પદ પ્રતિબંધિત બાયો ડીઝલનો જથ્થો ઝડપાયો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૪
ગુજરાતમાં બાયો ડીઝલ પર પ્રતિબંધ છે ત્યારે દાહોદ જીલ્લા ફતેપુરા ડુંગરા ગામે શંકાસ્પદ પ્રતિબંધિત બાયો ડીઝલ ભરેલું ટેન્કર ફતેપુરા પોલીસ ઝડપી પડ્યું હતું. આશરે ૧૦.૪૩ લાખ ના મુદ્દામાલ ફતેપુરા પોલીસ ઝડપી પાડી ફતેપુરા મામલતદાર ને જાણ કરવા માં આવી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર ફતેપુરા પોલીસની ટીમ ડુંગરા ગામે પેટ્રોલિંગમાં ગઈ હતી તે દરમિયાન ડુંગરા ગામે ફતેપુરા ઘુઘસ રોડ પર રોડની બાજુમાં ઊભેલા ટેન્કરમાં શંકાસ્પદ પ્રતિબંધિત બાયો ડીઝલ નો જથ્થો હોવા ના શંકા ના આધારે ફતેપુરા પોલીસે ફતેપુરા મામલતદાર ને જાણ કરતા પુરવઠા મામલતદાર ડુંગરા ગામે દોડી આવી શંકાસ્પદ બાયો ડીઝલ ના ટેન્કર ને ફતેપૂરા પોલીસ મથકે લાવી બાયો ડીઝલ ના ટેન્કર ને સીઝ કરી બાયો ડીઝલ ના ના સેમ્પલ લઈ સેમ્પલ ને તપાસ માટે જિલ્લા પુરવઠા ને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા.