ઝાલોદના લીમડી નગરમાં C.S.C. થકી જાગૃતિ પ્લે સ્કૂલનું ઓપનિંગ કરવામાં આવ્યું
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૬
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ઉમંગભાઈ ઇન્દ્રવદનભાઈ મોદી જેમને સરકારની અર્ધસરકારી સંસ્થા દ્વારા કોમન સર્વિસ સેન્ટર થી સ્કૂલ રજિસ્ટર કરાવીને જાગૃતિ પ્લે સ્કૂલ નું લીમડી નગરમાં ઓપનિંગ કર્યું. આ પ્લે સ્કૂલમાં નાના બાળકો ઉપર સતત ધ્યાન રાખી ને તેમને સારું અદ્યતન ડિજિટલ ક્લાસરૂમ સાથેનું શિક્ષણ અંગ્રેજી ભાષા સાથે સાંસ્કૃતિક તેમજ બાળપણની દરેક રમતો સાથે બાળકો માટેની એક સરસ પ્લે સ્કૂલ નું ઓપનિંગ કરવામાં આવ્યું. જેમાં નાના બાળકોના મેથેમેટિકલ, આલ્ફાબેટીકલ, તેમજ દરેક નાના બાળકોને નવું નવું શીખવા મળે તેવા સાધનો સાથે આજ રોજ લીમડી નગરમાં જાગૃતિ પ્લે સ્કૂલ નું ઓપનિંગ કરવામાં આવ્યું.