દેવગઢ બારીઆના સિંગોર ગામનો બનાવ : એક મકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં રૂા. ૧.૫૦ લાખનું નુકસાન

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૦૬

દાહોદ તા.૦૬
દેવગઢ બારિયા તાલુકાના સિંગોર ઠુંડા ગામે એક કાચા મકાનમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગતા ઘાસ ઘરવખરીનો સામાન લાકડા વગેરે મળી કુલ રૂપિયા ૧,૫૦,૦૦૦/-નો મુદ્દામાલ મળી ને ખાખ થઇ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ગત તારીખ ૩ જૂનના રોજ સિંગોર ઠુંડા ગામે રહેતા ફતેસિંહભાઈ નાયકાભાઈ બારીયાના રહેણાંક કાચા મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી. આગની અગન જ્વાળાઓમાં માળીયા ઉપર મૂકી રાખેલ ઘાસ, લાકડા તેમજ ઘરનો સરસામાન વિગેરે આગની લપેટમાં આવી જતા અંદાજે કુલ રૂપિયા ૧,૫૦,૦૦૦/- નુકસાન થયું હતું.
આ સંબંધે ફતેસિંહભાઈ નાયકાભાઈ બારીયાએ દેવગઢ બારીયા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે સીઆરપીસી કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!