પરિવારજનો ઘરમાંથી બહાર નીકળી જતાં સદ્‌નસીબે કોઈ જાનહાની નહીં : ગરબાડાના ટુંકીવજુ ગામે રસોઈ બનાવતી વેળાએ ઘરમાં આગ : અંદાજે ૩.૫૦ લાખનું નુકસાન

દાહોદ તા.૦૬
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ટૂંકીવજુ ગામએ ઘરમાં ચુલા પર રસોઈ બનાવતી વેળાએ અકસ્માતે ચૂલાની આગનો તલખનો કાચા મકાનના લાકડા ઉપર આવી જતા આખું ઘર અગન જ્વાળાઓમાં ફેરવાઈ ગયું હતું અને આગમાં અંદાજે રૂપિયા ૩,૫૦,૦૦૦/- નું નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે. ગત તારીખ ૩ જૂનના રોજ ગરબાડા તાલુકાના ટૂંકીવજુ ગામએ રોજી ફળિયામાં રહેતા ચતુરીબેન પોતાના ઘરની અંદર ચૂલા ઉપર જમવાનું બનાવી રહ્યા હતા તે સમયે ચૂલામાં સળગતા લાકડા રહી જતા તેનાથી અકસ્માતે ઘરમાં આગ ફાટી નીકળી હતી અને જેને પગલે ઘરમાં મૂકી રાખેલ ઘરવખરીનો સામાન તથા બીજા જરૂરી દસ્તાવેજાે બળીને ખાખ થઇ ગયા હતા અને અંદાજે રૂપિયા ૩,૫૦,૦૦૦/- નું નુકસાન થયું હતું. સંબંધે ગરબાડા તાલુકાના ટૂંકીવજુ ગામે રોજી ફળિયા ખાતે રહેતા બલિયાભાઈ નરસિંહભાઈ ખરાડ ગરબાડા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે સીઆરપીસી કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: