વિકાસ કામોની ચર્ચા કરવામાં આવી : દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા દાહોદ એપીએમસી ખાતે કેન્દ્ર સરકારના સુશાસનના ઉપલક્ષ્યમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું
રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૭
દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા દાહોદ છઁસ્ઝ્ર સભાખંડમાં કેન્દ્ર સરકારના સુશાસન ના ઉપલક્ષમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતુ.
દાહોદ એપીએમસી હોલ ખાતે આજે દાહોદ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલિયાર ના અધ્યક્ષ સ્થાને સાંજે ૪.૦૦ કલ્લાકે મોદી સરકારના આઠ વર્ષના પૂર્ણ થતા સરકારના સુશાસનની વિવિધ યોજનાઓનો ની હાસલ કરેલ સિદ્ધિઓ ના ઉપલક્ષમાં દાહોદ જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમલિયાર , સાંસદ જસવંતસિંહ ભાભોર , મહામંત્રી કનિયભાઈ કિશોરી, મજી જિલ્લા પ્રમુખ સુધીર લાલપુરવાળા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિથીમાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના ની એક પ્રેસવાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સંબોધન કરતા જણાવ્યું હતું કે ૨૦૧૪ પેહલા આપડે ભ્રષ્ટાચાર , ગોટાળા અને ગેર વહીવટ અને ગરીબોને પોતાના લાભો માત્ર કાગળ ઉપર પ્રાપ્ત થતાં હતા જ્યારે હાલમાં લોકોના ખાતામાં સીધી સહાય પહો છે મોટી બીમારી માટે લોકોને કોઈ પણ ગરીબ વ્યક્તિને હાથ કોઈની પાસે લંબાવો ના પડે તે માટે આયુષમાન જેવી ખૂબ ઉપયોગી યોજના સૌચલાય વગેરે યોજનાઓ નો લાભ આપણે લઈ છીએ જ્યારે દાહોદ જિલ્લા સાંસદ એ કેન્દ્રની સરકાર દ્વારા થયેલ કામોમાં ની યાદ અપાવી હતી અને વિવિધ યોજનાઓમાં જેવી કે સ્માર્ટ સિટી દાહોદ માટે કરોડો રૂપિયા એક માત્ર નગર પાલિકા , પરેલ રેલવે કારખાનામાં હજારો કરોડના ખર્ચે લોકો વર્કશોપ એન્જિન માટે , મનરેગા હેઠળ ૧૮૧કરોડ, પ્રધાન મંત્રી આવાસ યોજના ૬૭૪ કરોડ, જનની સુરક્ષા ૫૩કરોડ, ૩૬૫ કરોડ ગરીબ અન્ન યોજના અંતર્ગત, ૨૧૯કરોડ નલ સે જલ યોજના આવી યોજનાઓ મળી કુલ ૨૮૬૭૮.૯૧કરોડ રૂપિયાની યોજનાઓનો લાભ લોકોને મળ્યો હોવાનું જણાવ્યું હતું. તમામ યોજનાઓ માટે આપડે મોદીસાહેબનો આભાર માન્ય છીએ અને આઠ વર્ષના સુશાસન ની સિધ્ધિઓ ગણાવી દાહોદના પત્રકારોનો આભાર માન્યો હતો અને ત્યાર પછી પત્રકારોના સાથે પ્રશ્નોત્તરી કરી તમામ સવાલોના જવાબ આપી જે પ્રશ્નો હતા તેને હલ કરવાની બાહેધરી આપી હતી.

