દાહોદ – ઝાલોદ નગરમાં વરસાદની ગાજવીજ સાથે ધમાકેદાર એન્ટ્રી : ઝાલોદ અને લીમડી તેમજ આસપાસના અનેક વિસ્તારોમાં વરસાદ
રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૧૨
ઝાલોદ નગરમાં આજરોજ વીજળીના કડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, વરસાદની ધમાકેદાર એન્ટ્રી થી લોકોને ગરમીમાંથી થોડી રાહત થઈ હતી સમગ્ર વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી, તો બીજી બાજુ અચાનક વરસાદ પડતાં લોકોના ઘરે અગાસી પર દોડા દોડી થઈ ગઈ હતી, તાત્કાલિક લોકો ઘરે ધાબા પર સુકાતા કપડા લેવા દોડી પડયા તેમજ જેમને હવાઉજાસ માટે ધાબા પર જગ્યા રાખી હોય તેમના ઘરે પાણી ભરાઈ ગયું હતું તેથી તાત્કાલિક લોકો ઘરે ધાબા પર પ્લાસ્ટિક લગાવતા જોવા મળતા હતા, વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી,તો પહેલો વરસાદ હોવાથી અમુક લોકોતો વરસાદનો આનંદ લેતા જોવા મળ્યા હતા, તો બીજી બાજુ ખેડૂત વર્ગમા પણ ખુશીની લહેર જોવા મળતી હતી
ઝાલોદ નગરમાં ચોમાસાનું આગમન સમયસર જોવા મળ્યું હતું ,ઝાલોદ નગરમાં આગ ઝરતી ગરમી થી લોકોને રાહત મળી હતી

