દાહોદ તાલુકાના ઉસરવાણ ગામનો બનાવ : પરણિતાને પત્નિ તરીકે રાખવા યુવકે બળાત્કાર ગુજાર્યાે
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૩
દાહોદ તાલુકાના ઉસરવાન ગામે એક ૩૬ પરણિતાને યુવતીને એક યુવક દ્વારા એક પરણિતાને પત્ની તરીકે રાખવા સારૂં એક યુવકે અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરતા પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે.
દાહોદ તાલુકાના વરમખેડા ગામે પટેલ ફળિયામાં રહેતો મુકેશભાઈ મડિયાભાઈ દાહોદ તાલુકા માં રહેતી એક ૩૬ વર્ષીય પરિણીતા ને હું તને પત્ની તરીકે રાખીશ અને તું તારા પતિથી છૂટાછેડા લઈ લે, કહી પત્ની તરીકે રાખવા સારૂં લલચાવી અવારનવાર પરિણીતા સાથે શારીરિક સંબંધ બાંધી અવાર નવાર દુષ્કર્મ આચરતા અને તું મને છોડી દઈશ તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા બળાત્કારનો ભોગ બનેલ પરિણીતા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.